images
images
images
image

Dr. Babulal H. Patel

PRESIDENT : -PLANT PROTECTION ASSOCIATION OF GUJARAT (PPAG)

નિવૃત્ત સંશોધન વૈજ્ઞાનિક/ પ્રાધ્યાપક (પાક સંરક્ષણ)

Ret. Agri Scientist

ખેતીમાં પાક સંરક્ષણના પ્રશ્નો દિન-પ્રતિદિન વધતા જાય છે. પાકમાં નુકસાન કરતી જીવાતો, રોગ અને નીંદણને કાબૂમાં લેવા ખેડૂતો પાક સંરક્ષણના વિવિધ પગલાં અપનાવે છે. તેમછતાં આ વિષયના યોગ્ય જ્ઞાન માહિતીના અભાવે ઘણી વખત જોઈએ તેવી સફળતા મળતી નથી. જેના પરિણામે ખેડૂતોને નુકસાન વેઠવું પડે છે અને ખેતી ખર્ચ વધે છે. ખેડૂતો દ્વારા બિન-જરૂરી અને વિચાર્યા વગર આડેધડ વપરાતા કૃષિ રસાયણોને લીધે જીવાતો અને રોગકારકો સામે પ્રતિકારક્તાનો વિકાસ થવો, ખાદ્ય પદાર્થોમાં ઝેરી કીટનાશકોના અવશેષો રહેવા, જૈવિક નિયંત્રકો અને મધમાખીઓનો નાશ થવો તેમજ હવા, પાણી અને જમીનના પ્રદુષણના પ્રશ્નો ઉદભવે છે.


ઉપરોક્ત બાબતોને ધ્યાનમાં રાખી ખેડૂતોને પાક સંરક્ષણ (રોગ-જીવાત-નીંદણ નિયંત્રણ) અંગે યોગ્ય અને સરળ માર્ગદર્શન વિના મૂલ્યે ઘેર બેઠા સમયસર મળી રહે અને ખોટા આર્થિક નુકસાનથી બચી શકે તેવા શુભ આશયથી ગુજરાતની ચારેય કૃષિ યુનિવર્સિટીઓમાં પાક સંરક્ષણ ક્ષેત્રે ફરજ બજાવતા વૈજ્ઞાનિકો/ પ્રાધ્યાપકશ્રીઓ દ્વારા સને ૧૯૯૮માં "પ્લાન્ટ પ્રોટેક્શન એસોસિએશન ઓફ ગુજરાત" નામના મંડળની સ્થાપના કરેલ છે જે "પીપીએજી'ના ટૂંકા નામે ઓળખાય છે. રાજ્યની ચારેય કૃષિ યુનિવર્સિટીના મુખ્ય મથક (આણંદ, જૂનાગઢ, નવસારી અને સરદાર કૃષિનગર) ખાતે “પીપીએજી” કાર્યરત છે. આ મંડળનું વહુ મથક આણંદ ખાતે છે. રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૦૩માં આ મંડળને માન્યતા મળેલ છે. આમપીપીએજી રજીસ્ટર્ડ મંડળ છે અને અત્યાર સુધીમાં ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાંથી આ મંડળમાં ૧૯૫૦ આજીવન સભ્યો નોંધાયેલ છે અને દિન-પ્રતિદિન સભ્ય સંખ્યા વધતી જાય છે.

Contact

images
images

Our Services

ત્વરીત પાક સંરક્ષણ માર્ગદર્શન

પીપીએજીના આજીવન સભ્ય ખેડૂતોએ પાક સંરક્ષણના પ્રશ્નોનો ફોટો પાડી વોટ્સએપ ગ્રુપમાં મોકલે તો વૈજ્ઞાનિકો દ્વારા તેમને ઘેર બેઠા વિના મૂલ્યે ત્વરીત માર્ગદર્શન આપવામાં આવે છે.

પીપીએજી મંડળમાં કોણ સભ્ય થઈ શકે?

કૃષિ વૈજ્ઞાનિકો, વિધાર્થીઓ,ખેડૂતો તેમજ ખેતીમા રસ ધરાવનાર કોઈ પણ વ્યક્તિ, કૃષિ વ્યવસાય સાથે સંકળાયેલ, સંસ્થા, વિક્રેતાઓ ,વગેરે સભ્ય થઈ શકે છે.

સભ્ય બનવા માટે ફીના ધોરણ

1. આજીવન સભ્ય ફી રૂપિયા . 1000 /- ( અંકે એક હજાર પૂરા ) 2. પેટ્રોન સભ્ય ફી રૂ. ૧0,000/-( દસ હજાર પૂરા )

images

Business Hours

Monday
09:00 AM - 08:00 PM
Tuesday
09:00 AM - 08:00 PM
Wednesday
09:00 AM - 08:00 PM
Thursday
09:00 AM - 08:00 PM
Friday
09:00 AM - 08:00 PM
Saturday
09:00 AM - 08:00 PM
Sunday
Closed
images

QR Code

Scan to Contact

Point your phone’s camera at the QR code to quickly add our contact information. You can also use the "Add to Contacts" button below for fast saving.

images

Inquiries

images

Create Your VCard

images
 Add to contact
Made By BrandGen